Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

નશામા ધૂત બે યુવતીઓએ કર્યું કંઈક આવું..... જાણીને તમારા પણ ઉડી જશે હોશ

નવી દિલ્હી:નશામાં ધૂત થઈને ફરતા માણસો કોઈ વસ્તુ ભૂલી જાય કે કોઈ ખોટા રસ્તા પર જતા રહે તેવું તો સાંભળ્યું હશે, અનેકવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે સાંભળીને લોથપોથ થઈ જવાય. અહીં એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેને જાણીને તમે માથું પકડીને હસશો. વાત જાણે એમ છે કે ટોની રોબિનસન જ્યારે નાઈટ આઉટ બાદ સવારે ઉઠી તો તેણે જોયું તે અને તેની બહેનપણી નશામાં ધૂત થઈને એક કૂતરાને ઘરમાં લઈને આવી ગયા હતાં.

વાત જાણે એમ હતી કે કૂતરો તેમના માટે એકદમ નવો હતો અને અજાણ્યો હતો. તેમણે રસ્તા પર ફરતી વખતે આ કૂતરાને કિડનેપ કરી લીધો. ત્યારબાદ તેમને જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી. આ જોઈને પહેલા તો તેઓ ડરી ગયા પરંતુ ત્યારબાદ રાતવાળી હરકત યાદ આવી. કોઈ મોટી આફત આવે તે પહેલા જ રોબિનસને ડોગીને તેના માલિકને સોંપી દેવાનું યોગ્ય સમજ્યું. અફરાતફરીમાં ત્યારબાદ ડોગીને તેના માલિકને સોંપી દેવાયો.

(6:41 pm IST)