Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ચીનમાં હુમલાખોરે આવું કરતા પાંચ લોકોને ગંભીર ઇજા

નવી દિલ્હી:ચીનના હુનાન પ્રાંતની હેંગડોંગ કાઉન્ટીમાં એક વ્યકિતએ એક ભીડભાડવાળા વિસ્તારમાં લોકો પર કાર ચલાવી દેતાં તેની નીચે કચડાઇને નવનાં મોત થયા હતા. ત્યાર બાદ આ હુમલાખોરે લોકો પર ચાકુથી હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. આમ, આ હુમલામાં નવનાં મોત ઉપરાંત ૪૬ લોકો ઘાયલ થયા છે.

પોલીસે લોકો પર કાર ચઢાવી દેનાર શકમંદ ડ્રાઇવર અને હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે સેંકડો લોકો એક નદીના કિનારે હાજર હતા. હાલ તુરત આ ઘટનાને આતંકી હુમલા સાથે સત્તાવાળાઓ દ્વારા સાંકળવામાં આવી નથી.

ચીનના એક સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર પ૪ વર્ષીય કારચાલક યાંગ ઝાન્યુએ પહેલાં લોકોને પોતાની કાર નીચે કચડી નાખ્યા હતા અને ત્યાર બાદ ચાકુથી હુમલા શરૂ કરી દીધા હતા.

(6:38 pm IST)