Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

આ દેશની કરન્સીને લઈને થઇ રહી છે અનેક ચર્ચાઓ

નવી દિલ્હી:હાલ દેશમાં ડોલરની સામે રૂપિયાની ઘટતી કિંમત પર ખૂબ ચર્ચા થઇ રહી છે. ડોલરની સામે સતત ઘટડો રૂપિયા રાજકીય વર્તુળમાં પણ ખૂબ ચર્ચામાં છે. પરંતુ એક તરફ એક એવો દેશ છે, જેની કરંસી ડોલર સામે ખૂબ ખરાબ રીતે ઘટતી જાય છે. આ દેસહ છે ઇરાન અને તેની કરન્સી રિયાલની સ્થિતિ ડોલર સામે ખૂબ ખરાબ થતી જાય છે. એક સમયે તો એક ડોલરની કિંમત દોઢ લાખ રિયાલ બરાબ થઇ ચૂકી છે. 13 સપ્ટેમ્બર 2018ના રોજ એક ડોલરની કિંમત 42105 રિયાલ થઇ ચૂકી હતી.

ડોલરની સામે ઘટતા રિયાલના કારણે ઇરાને માર્કેટની ખરાબ સ્થિતિ છે. લોકો મોટા ખર્ચામાં રિયાલની જગ્યાએ હવે સોનાના સિક્કા આપીને કામ ચાલી રહ્યું છે. ખાસકરીને પ્રોપર્ટી ખરીદવા, લગ્ન અથવા મકાનનું ભાડું આપવા માટે લોકો ગોલ્ડનો ઉપયોગ કરી રહ્યા છે.

(6:37 pm IST)