Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

૪.૫ કરોડ રૂપિયાનો આ બંગલો માત્ર ૯૦૦ રૂપિયામાં વેચાશે

આજકાલ વિદેશોમાં લકઝરિયસ બંગલાઓને લોટર સિસ્ટમથી વેચવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઇંગ્લેન્ડમાં વધુ એક બંગલો આ રીતેે વેભવાનો છે. રોબર્ટ અને એવરિલ નામનું યુગલ છેલ્લા ૪૦ વર્ષથી આ બંગલામાં રહેતુંહતું જોકે હવે  તેની ઉંમર થઇ ગઇ છે અને તેઓ ચાર બેડરૂમ, વિશાળ ગાર્ડન અને સ્વિમિંગ પુલવાળા આ વિશાળ ઘરને મેઇશ્રન્ટેન કરી શકે એમ નથી. તેમની એકની એક દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી. એ પછીથી આ યુગલ કયાંક નાની અને શહેરની વચ્ચે હોય એવી જગ્યાએ રહેવા માગે છે. આ બંગલાથી દરિયાકિનારો માત્ર ચાલીને દસ મિનિટમાં પહોંચી શકાય એટલો દુર છે રોબર્ટનું કહેવું છે કે કોઇ ધનાઢય વ્યકિત આ ઘર લે એના કરતા કોઇ નસીબદાર વ્યકિત આ ઘરમાં રહે એવું તેઓ ઇચ્છે છે. આ માટે તેમણ ે દસ પાઉન્ડની લોટરીની  ટિકીટો બહાર પાડી છે. દસપાઉન્ડ એટલે કે લગભગ ૯૦૦ રૂપિયા વ્યકિતએ ખર્ચવા પડશે. યુગલ કુલ ૬૦,૦૦૦ આવી ટીકીટો વેચશે એમ કરીને તેમને બંગલાની ખરી કિંમત પણ મળશે અને નસીબદાર વ્યકિતને આ બંગલો પણ,લકી વિનર કમ્પ્યુટર સિસ્ટમના ડ્રો દ્વારા નક્કી થશે. વિનર ઉપરાંત બીજા અને ત્રીજા નંબરે આવનારા લોકો માટે પણ તેમણે પ્રાઇઝ રાખ્યાં છે લકી ડ્રોમાં બંગલો જીતનાર વ્યકિતને આ બંગલો મેઇન્ટેઇન કરવા માટેચોક્કસ કેશ પ્રાઇઝ આપવાની જાહેરાત કરી છે. સાડા ત્રણ મહિના સુધી આ લોટરીનું વેચાણ થશે. ૨૦૧૯ ની બીજી જાન્યુઆરીએ લકી ડ્રો થશે.

(3:46 pm IST)