Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

લોગો ચીતરાવો અને ૧૦૦ વર્ષ સુધી વર્ષે ૧૦૦ પીત્ઝા ફ્રી મેળવો આવી જાહેરાત ડોમિનોઝને ભારે પડી

રશિયા, તા.૧૩: ડોમિનોઝની એક બ્રાન્ચે પોતાના કસ્ટમર્સ કેટલા ક્રેઝી છે એ જાણવા માટે એક પ્રમોશન-ચેલેન્જ જાહેર કરી હતી. આ ચેલેન્જ હતી કે જે લોકો પોતાના શરીર પર બીજા લોકો જોઇ શકે એવી જગ્યાએ ડોમિનોઝનો લોગો ચિતરાવશે. તો તેમને ૧૦૦ વર્ષ  સુધી વર્ષે ૧૦૦ પીત્ઝા ફ્રીમાં મળશે. કંપનીને હતું   કે પોતાના શરીર પર આવો લોગો ટેટુ તરીકે કાયમી ધોરણે છુંદાવવાનું કદાચ ભાગ્યે જ કોઇ પસંદ કરશે. પણ થયું છે એનાથી સાવ ઊલટું. ૩૧ ઓગસ્ટે આ પ્રમોશન જાહેર થયેલું અને અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ટેંટૂ ચીતરાવી લીધું છે.

લોકોનો એટલો જબદસ્ત રિસ્પોન્સ મળ્યો કે કંપનીને લાગ્યું કે કોઇક રીતે બ્રેક મારવી પડશે. નહીંતર મુસીબતમાં મુકાઇ જવાશે. આખરે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર ફર્સ્ટ ૩૫૦ લોકોને જ આ ઓફરનો લાભ મળશે.

બીજા શરત હતી કે શરીર પર એકદમ સ્પષ્ટપણે અને  હંમેશા ખુલ્લો રહેવાનો હોય એવા ભાગ પર જ ટેટૂ હોવું જોઇએ અને એની સાઇઝ બે સેન્ટિમીટરથી મોટી હોવી જોઇએ. આ તમામ નિયમો છતાં પહેલા પાંચ દિવસમાં જ ૩૫૦ લોકોનો કવોટા પૂરો થઇ ગયો. ડોમિનોઝ-પ્રેમી લોકોએ એમ છતાં ટેટૂ ચીતરાવવાનું ચાલુ રાખ્યું હતું.

(3:45 pm IST)