Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમેરિકામાં વાવાઝોડાની ચેતવણીથી 1 લાખ લોકોએ સ્થળાંતર કર્યું

નવી દિલ્હી:હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે અમેરિકાના પૂર્વી તટ પર સ્થિત વિસ્તારોમાં જે ફ્લોરેન્સ વાવાઝોડાનો ડર છે તે છેલ્લા ત્રણ દશકનું સૌથી મોટુ વાવાઝોડુ સાબિત થઈ શકે છે. હવામાન વૈજ્ઞાનિકો અનુસાર એટલાન્ટિકના ગરમ પાણીથી આ વાવાઝોડાને તાકાત મળી રહી છે અને આવનારા સમયમાં તેની વધુ શક્તિશાળી થવાની સંભાવના છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે આગામી 48 કલાકમાં વાવાઝોડા સાથે વધતા પાણીથી કાંઠાના વિસ્તારોમાં જાનમાલ પર જોખમ વધી શકે છે. અધિકારીઓનું કહેવુ છે કે ફ્લોરેન્સ હવે ચોથા સ્તરનું વાવાઝોડુ બની ગયુ છે અને તેની અંદર 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી રહી છે.

(5:20 pm IST)