Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ચીનની વનસ્પતિજન્ય ઓષધિનું ઘટક સ્થૂળતાના ઉપચારમાં મદદરૂપ થઇ શકે

બીજીંગ તા ૧૨ : ચીનની સ્થાનિક વનસ્પતિમાં મળતું 'સેલાસ્ટ્રોલ' નામનું ઘટક ર્સ્થૂળતાની સારવારમાં ઉપયોગી થાય છે. સેલાસ્ટ્રોલથી વર્ષમાં ચોક્કસ પ્રમાણમાં વજન અને સ્થૂળતા ઘટે છે. જોકે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી વજન અને સ્થૂળતા ઘટાડી શકાય છે. જોકે એ રીતે જૂજ લોકો વજન અને સ્થૂળતામાં ઘટાડાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકતા હોય છે. આહાર વિહારની પદ્ધતિ અને જીવનશૈલીમાં ફરફારને પગલે શરીરની આંતરિક પ્રક્રિયાઓની સ્થિતી અને  મેટબોલીઝીમમાં સુધારો થાય છે , પરંતુ ટાઇપ-ટૂ ડાયાબિટીઝ જેવા મેટાબોલિઝમ ડિસીઝ પણ થાય છે. જર્મન સંશોધકોએ સેલાસ્ટ્રોલની ન્યુરોલોજિકલ અસરો વિશે નોંધ્યું છે કે એ તત્વ મગજમાં વજન અને સ્થૂળતામાં ઘટાડામાં મહત્વની ભૂમિકા ભજવતાં બિંદુઓ પર અસર કરે છે.સ્થૂળ વ્યકિતઓમાં સામાન્ય રીતે મગજના એ ચોક્કસ બિંદુઓ નિષ્ક્રિય હોય છે, પરંતુ સેલાસ્ટ્રોલને કારણે બિંદુઓ સક્રિય થાય છેે સેલાસ્ટ્રોલ શરીરમાં જતાં સ્થૂળ વ્યકિતઓના ખોરાકનું પ્રમાણ પણ ઘટે છે. ભુખ સંતોષવાની લાગણી કરાવતા હોર્મોન લેપ્ટિન પર પણ સેલાસ્ટ્રોલની ઘણી અસર થાય છે.

(3:40 pm IST)