Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લાંબું જીવવા માટે સ્પોર્ટ્સ રમવી જરૂરી

નવી દિલ્હી તા. ૧ર :.. સારા આરોગ્ય માટે વ્યાયામની અનિવાર્યતા સૌ જાણે છે અને સ્પોર્ટ્સ વ્યાયામનો ઉત્કૃષ્ટ પ્રકાર હોવાથી એ વ્યાયામ ઉપરાંત શારીરિક સ્વસ્થતા અને સ્ફૂર્તિનું મહત્વનું માધ્યમ ગણાય છે. એક અભ્યાસ મુજબ વ્યાયામ વ્યકિતનું આયુષ્ય વધારવામાં પણ ઉપયોગી નીવડે છે. તાજેતરમાં અમેરિકાના કેન્સસ સ્ટેટસ્થિત સેન્ટ લ્યુકસ હેલ્થ સેન્ટરના સંશોધકોએ પચીસ વર્ષ સુધી ૮પ૭૭ પુખ્ત વયની વ્યકિતઓના કરેલા અભ્યાસમાં ખેલકૂદમાં સક્રિય વ્યકિતઓ દીર્ઘાયુ બનતી હોવાનું નોંધવામાં આવ્યું છે. ટેનિસ અથવા બેડ્મિન્ટન જેવી રેકેટ-ગેમ્સ રમતા લોકોની ઉંમર વ્યાયામ નહીં કરનારા લોકોની સરખામણીમાં વધારે હોય છે. રેકેટ -ગેમ્સ રમતા લોકોની ઉમર જોગિંગ, સ્વિમિંગ અને સાઇકિલંગ જેવી પ્રવૃતિઓ કરતા લોકોની ઉંમર કરતાં વધારે હોય છે. વ્યાયામ ઉપરાંત સામાજિક સંબંધો અને સંવાદોમાં સક્રિયતા એ બાબતનો લાભોને બમણા કરે છે. વ્યાયામ કરવા અને હાર્ટ-રેટ વધારવાની પ્રવૃતિ લાભદાયક હોવા ઉપરાંત લોકો સાથે કનેકટ થવું પણ આવશ્યક હોવાનું અભ્યાસના પ્રણેતા આર્થર જેમ્સે જણાવ્યું હતું.

આર્થક જેમ્સે અભ્યાસનાં તારણો વિશે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'સાઇકિલંગનો શોખ ધરાવતા લોકો જો એ કામ ગ્રુપમાં કરે તો વધારે લાભ થાય છે. અભ્યાસમાં ફિઝિકલ સ્પોર્ટ્સ કે અન્ય પ્રવૃતિમાં સામેલ નહીં થતા લોકો નાની ઉંમરમાં મૃત્યુ પામવાની શકયતા વધારે હોય છે.' (પ-

(12:11 pm IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST