Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સૂકી ઉધરસથી હેરાન છો?

આ બદલતી ઋતુના કારણે શરદી-ઉધરસ થવી એ એક સામાન્ય સમસ્યા છે. આ ઉપરાંત વધુ ઠંડી અથવા ખાટી વસ્તુઓ ખાવાથી પણ ગળુ ખરાબ થઈ જાય છે. ખાસ કરીને સૂકી ઉધરસ થવાથી હાલ-બેહાલ થઈ જાય છે. તેનાથી ગળા અને પાંસળીમાં પણ દર્દ થવા લાગે છે. જો તમે પણ સૂકી ઉધરસથી હેરાન છો તો અપનાવો આ ઉપાય.

 મધ સૂકી ઉધરસથી રાહત અપાવે છે. તેના સેવન માટે એક ચમચી મધ દિવસમાં ૩ વાર લો. ઘણા કફ સિરપ અને ટેબલેટમાં પણ મધનો ઉપયોગ કરેલ હોય છે.

 જ્યારે મરી પાવડર ઘીમાં શેકીને ખાવાથી ઉધરસ ગાયબ થઈ જશે.

 જો મધને ડુંગળી સાથે લેવામાં આવે તો પણ વિશેષ લાભ થાય છે. અડધી ચમચી ડુંગળીના રસમાં ૧ નાની ચમચી મધ મિકસ કરી દિવસમાં બે વાર લો.

 અડધો કપ ઉકાળેલા પાણીમાં ચપટી એક હળદર અને મરી પાવડર નાખી ચાની જેમ પીવુ. તેનાથી ઉધરસ દૂર થવાની સાથે ગળાને પણ આરામ મળશે.

 લીંબુના રસમાં મધ મિકસ કરી દિવસમાં ચારવાર સેવન કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે.

(9:45 am IST)