Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

સુડાનમાં નાગરિકો- સૈનિકો વચ્ચે હિંસક ઝડપમાં 127 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:મધ્ય દક્ષિણી સુડાની શહેર ટોનજમા એક નિરસ્ત્રીકરણ અભ્યાસ દરમ્યાન સૈનિકો અને સામાન્ય નાગરિકો વચ્ચે થયેલ હિંસક ઝડપમાં 127 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સેનાના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોની સંખ્યા 127છે તે પૈકી 45 સુરક્ષાબળોના જવાન છે જયારે 82 તે જ વિસ્તારમાં હથિયારથી લેસ યુવાનો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(1:17 pm IST)