Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કોરોનાથી પણ વધારે ખતરનાક છે આ બીમારી

નવી દિલ્હી: એક એવી બીમારી જે આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહી છે, જે કોરોના વાયરસથી વધારે ખતરનાક અને ઘાતક છે. બીમારીથી પીડિત દર્દીઓને હંમેશાં હળવો તાવ રહે છે, બેચેની રહે છે, ખાંસી આવે છે અને અસહનીય દુ:ખાવો થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બીમારીના દર્દીઓને પણ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. બીમારીના કારણે કોરોના વાયરસથી વધારે લોકો દર વર્ષે આખી દુનિયામાં મૃત્યુ પામે છે. બીમારીથી દર વર્ષે આખી દુનિયામાં લગભગ 15 લાખ લોકો મરી જાય છે. ભયાનક સંક્રામક બીમારીનું નામ છે ટ્યુબર-ક્યુલોસીસ એટલે કે TB છે. અકમાત્ર એવી બીમારી છે જેણે દુનિયાના કોઈ ખૂણાને બાકાત નથી રાખ્યો.

(1:16 pm IST)