Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમેરિકાના ફ્લોરિડામાં એક ચર્ચામા કોરોનાની ચમત્કારિક સારવારનો દાવો કરનાર પાદરી સહીત તેમના પુત્રની ધરપકડ

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડાના એક ચર્ચમાં કોરોનાની ચમત્કારિક સારવારનો દાવો કરનારા પાદરી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કોરોનાની ચમત્કારિક દવા તરીકે બ્લીચ વેચતા હતા. માર્ક ગ્રેનન અને જોસેફ ગ્રેનના નામના આરોપીની ફ્લોરિડા પોલીસે ધરપકડ કરી છે. ફ્લોરિડાના અધિકારીના કહેવા મુજબ, ઉત્પાદનને કોઈ બીમારીની સારવાર માટે પરમિશન નહોતી આપવામાં આવી. તે જીવલેણ સાબિત થઈ શકે છે.

       કોરોનાની ચમત્કારી દવાએ સાત અમેરિકનના જીવ લીધા છે. બ્લીચમાં ક્લોરિન ડાઈઓક્સાઇડ મેળવેલું હતુ. જેનો ઉપયોગ કપડા બનાવવા માટે કરવામાં આવે છે. આરોપી બ્લીચને કોરોનાની સારવારની ચમત્કારી દવા બતાવીને વેચતો હતોતેઓ કોરોના ઉપરાંત કેન્સર, એઈડ્સ જેવી બીમારીની સારવારનો પણ દાવો કરતા હતા.

(1:15 pm IST)