Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમેરિકાના ફ્લોરિડામાં વોશિંગ મશીનમાં હાથ નાખતા મહિલાના હાથમાં અજગર આવતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર રહેતી એમિલી વિજનિક વાશિંગે કપડા ધોવા વોશિંગ મશીનમાં નાંખ્યા હતા. થોડી વાર પછી જ્યારે તે કપડાં કાઢી રહી હતી ત્યારે તેને અંદર કઈંક વસ્તુ હોવાનો આભાસ થયો હતો. એમિલી વિજનિકે કહ્યું, વોશિંગ મશીનમાં અજગર કેવી રીતે આવ્યો તેની મને ખબર નથી. પરંતુ તેને જોતા મારા હોશ ઉડી ગયા અને ચીસ પાડીને બહાર દોડી આવીતેણે અજગરને હટાવવા એપાર્ટમેન્ટની મેંટેનેંસ ટીમને બોલાવી. મેંટેનેંસ ટીમ કહ્યું, સાપ બિલ્ડિંગની વેંટથી આવ્યો હશે. યુનાઈટેડ નેશન જિયોલોજિક્લ સર્વે મુજબ, તાજેતરના વર્ષોમાં ફ્લોરિડામાં દેશી બર્મી અજગરની સંખ્યામાં ઘણો વધારો થયો છે. અજગર ઘણા આક્રમક માનવામાં આવે છે.

(1:12 pm IST)