Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ વસ્તુ, સેવન કરતા પહેલા સવાધાન રહેવું !

હાડકા આપણા શરીરનું ખુબ જ મહત્વનું અંગ છે. તેના ઉપર જ આખું શરીર ટકયું હોય છે. આ માટે  હાડકા હમેશા મજબૂત હોવા જોઈએ. પણ આજ કાલ અનીયમિત ખાન-પાન અને જીવન શૈલીના લીધે, નાની ઉમરે જ કમરનો દુખાવો, પગનો દુખાવો, હાડકા કમઝોર થઈ જવા એવી બધી સમસ્યાઓ થઈ જતી હોય છે. આજ કાલના ખાન-પાન ના લીધે હાડકા નબળા પડી જાય છે. શરીરમાં કેલ્શિયમની ખામી આવી જતી હોય છે. આજે અમે તમને એવી અમુક વસ્તુઓ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમારા હાડકા નબળા પડી રહ્યા છે. તેના માટે આજે જ બંધ કરી લો આ ચાર વસ્તુઓ.

. હાડકાને મજબૂત રાખવા માટે તમારે ચા અને કોફીનું સેવન બહુ ઓછી માત્રામાં કરવું જોઈએ.  તેની અંદર રહેલું કેફીન હાડકા માટે ખુબ જ નુકશાન કરે છે. કેફીનના લીધે શરીરના હાડકા નબળા પડી જાય છે. અને તેના લીધે પગનો દુખાવો પણ થયા છે. તેના લીધે સાંધાના દુખાવા ખુબ જ થાય છે.

. વધુ નમક ખાવાથી પણ હાડકાને નુકશાન થઈ શકે છે. નમકની અંદર રહેલું સોડિયમ કેલ્શિયમને યુરીન મારફતે શરીરની બહાર કાઢી નાખે છે. જેના લીધે હાડકા અંદરથી નબળા પડી જતા હોય છે. માટે વધુ પડતું નમકનું સેવન કયારેય ન કરવું.

. એ પછી જે વસ્તુ છે જે નુકશાન કરે છે તે છે કોલ્ડ ડ્રિક. તેનું સેવન આજ કાલ યુવાનો બહુ જ કરે છે. તેના લીધે આપણા શરીરમાં કાર્બન ડાયોકસાઈડ અને ફોસ્ફરસ જાય છે. જેના લીધે હાડકા નબળા પડતા જાય છે. માટે તમારે હાડકાને મજબૂત બનાવવા માટે કોલ્ડ્રીંક નું સેવન ટાળવું.

. તમને વિશ્વાસ નહિં આવે પણ વધુ પડતી ખાંડ પણ હાડકાને નબળા બનાવી દે છે. વધુ પડતી ખાંડ હાડકા માટે નુકશાન કારક સાબિત થાય છે. આ માટે તમારે પણ વધુ મીઠી વસ્તુઓ નું સેવન ન કરવું જોઈએ. હાડકા આપણા શરીરનો બહુ મહત્વનો હિસ્સો છે અને તેનું ધ્યાન રાખવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારૂ છે.

(11:37 am IST)