Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

૨૦૪૦ની સાલ સુધીમાં પૃથ્‍વી ઉપરથી માનવ જીવનનો નાશ થઇ જશે?: વિશ્વમાં વધી રહેલું ખતરનાક પ્રદુષણ તથા જંગી વસતિ વધારો નિમિત બનશેઃ મનુષ્‍ય જીવન માટે જરૂરી કુદરતી સ્‍ત્રોતોનો વિનાશ થશેઃ ૨૦૨૦ની સાલથી જ પૃથ્‍વીના વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળશેઃ વહેલાસર જાગૃત થવા MIT કોમ્‍પ્‍યુટરના સંશોધકોની ચેતવણી

લંડનઃ ૨૦૪૦ની સાલ સુધીમાં પૃથ્‍વી ઉપરથી મનુષ્‍ય જીવનનો સર્વનાશ થઇ જશે તેવી આગાહી MIT કોમ્‍યુટરના સંશોધકોએ આગાહી કરી છે. તેમના મતે આ માટેની શરૂઆત આગામી બે વર્ષમાં જ એટલે કે ૨૦૨૦ની સાલથી થઇ જશે.

૧૯૭૩ની સાલમાં વિશ્વના સહુથી મોટા એપોકેલિપ્‍ટીક કોમ્‍યુટર મોડેલએ આ આગાહી કરી છે. જે ‘વર્લ્‍ડ વન' નામથી ઓળખાય છે. આ કોમ્‍યુટર દ્વારા દર્શાવાયેલી ચેતવણી મુજબ વિશ્વમાં વધી રહેલું પોલ્‍યુશનનું પ્રમાણ ૨૦૪૦ની સાલ સુધીમાં સર્વનાશ નોતરનારૂ બની રહેશે. ઓસ્‍ટ્રેલિયન બ્રોડકાસ્‍ટર ABCએ આ અહેવાલ ફરીથી પ્રસિધ્‍ધ કર્યો છે. જે મુજબ વાતાવરણમાં ફેલાઇ રહેલા પ્રદુષણ તથા માનવ વસતિમાં થઇ રહેલો જબ્‍બર વધારો પૃથ્‍વી ઉપર મનુષ્‍ય જીવન દોહયલું બનાવી દેશે. તથા મનુષ્‍ય જીવન માટે જરૂરી કુદરતી સ્‍ત્રોતોનો નાશ થતો જણાશે.

ABC બ્રોડકાસ્‍ટમાં અપાયેલી ચેતવણી મુજબ ૨૦૨૦ની સાલથી જપૃથ્‍વી ઉપરના વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળશે. જે ૧૯મી સદીના વાતાવરણ કરતા બિલકુલ વિપરિત હશે. જો આપણે અત્‍યારથીજ જાગૃત નહીં બનીએ તો આગામી વર્ષોમાં પૃથ્‍વી ઉપરથી માનવ જીવન લુપ્‍ત થતું જોવા મળશે. (લંડન એકસપ્રેસ માંથી સાભાર)

(9:29 pm IST)