Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વિસ્મૃતિ કે ઓલ્ઝાઇમર્સની સારવાર માટે અલ્ટ્રાસાઉન્ડ વેવ્ઝ ઉપયોગી

ટોકીયો તા. ૧૩: વિસ્મૃતિ કે ઓલ્ઝાઇમર્સ જેવી બીમારીઓમાં માણસો કે વસ્તુઓને ઓળખવાની ક્ષમતામાં સુધારો કરવામાં લો ઇન્ટેન્સિટી અલ્ટ્રાસાઉન્ડ વેવ્ઝ ઉપયોગી થઇ શકે છે. ઉંદરના મગજ પર આ થેરપીના પ્રયોગો કરતાં એમની રકતવાહિનીઓની ક્રિયાઓમાં સુધારો અને નર્સોના કોષોનું નવસર્જન આડઅસરો વગર શકય બન્યું છે. સંશોધકો માને છે કે એ પ્રકારની થેરપી માણસોને પણ મદદરૂપ થઇ શકે. જપાનની યુનિવર્સિટીના સંશોધકના જણાવ્યા પ્રમાણે અલ્ટ્રાસાઉન્ડ વેવ્ઝ થેરપી વૃદ્ધોને ઉપયોગી થાય એવી નોન-ઇન્વેઝિવ ફિઝિયોથેરપી છે. એ થેરપીનો પ્રયોગ ઉપયોગ વારંવાર કરી શકાય છે. મગજને ઓછા લોહીના પુરવઠાને કારણે થતા ચિત્તભ્રંશ વિસ્કયુલર ડિમેન્શિયાનો વ્યાધિ ધરાવતા ઉંદરોને ત્રણ વખત એકાંતરે અલ્ટ્રાસાઉન્ડ વેવ્ઝ ટ્રીટમેન્ટ આપ્યા બાદ મગજને લોહીનો પુરવઠો મર્યાદિત કરતી સર્જિકલ પ્રોસીજર કરવામાં આવી હતી. માણસોને થતા ઓલ્ઝાઇમર્સ જેવી સ્થિતિના ઉંદરોને ત્રણ મહિનામાં ૧૧ વખત આ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. ર૦ મિનિટના અંતરે ત્રણ વખત આ ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય એ ઉંદરોમાં વસ્તુઓને ઓળખવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો હતો. ઉંદરો પરના આ પ્રયોગો વિશે જપાનની જર્નલ બ્રેઇન સ્ટિમ્યુલેશનમાં અભ્યાસલેખ પ્રગટ થયો હતો. હાલમાં વેરકયુલર ડિમેન્શિયા કે ઓલ્ઝાઇમર્સની કોઇ સારવાર ઉપલબ્ધ નથી.

(3:53 pm IST)