Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે વિચલિત

ટોરેન્ટો તા.૧૩ : કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયામાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો આખો દિવસ સતત સ્માર્ટફોન સાથે સમય ગાળે છે તેઓ પોતાની ફરજ પ્રતિ નિષ્ઠા રાખી શકતા નથી અનેવધુ પડતા સ્માર્ટફોનના ઉપયોગથી તેમનું મન વિચલિત રહે છે. અને કામમાં લાગતુ નથી વળી તેઓ જયારે કોઇ આનંદની પળો કે ફેમિલી સાથે ગેટ-ટુગેધર કરતા હોય છે ત્યારે સ્માર્ટફોનના ઉપયોગના કારણે તેઓ આ ઇવેન્ટમાં પણ ધ્યાન આપી શકતા નથી અને જે લોકો સ્માર્ટફોન વાપરતા નથી તેમની સરખામણીમાં ઇવેન્ટની મજા પણ માણી શકતા નથી. આ સ્ટડી માટે ૩૦ લોકોના ગ્રુપમાંથી ૧પ-૧પના બેભાગ પાડવામાં આવ્યા હતા ૧પ જણને સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા અને ૧પ જણ પાસેથી લઇ લેવામાં આવ્યા હતા. તેમને જમવા બેસાડવામાં આવ્યા અને પછી તેમના અનુભવોને સ્માર્ટફોન વાપરતા નહોતા તેમને ભોજન લેવામાં આનંદ આવ્યો હતો, જયારે સ્માર્ટફોન વાપરતા લોકોને સ્વાદની પણ સાદી સમજ નહોતી પડી. તેમને પીરસવામાં આવેલી ચીજો તેઓ કોઇ પણ પ્રકારના સ્વાદ માણ્યા વિના ખાઇ ગયા હતા. રિસર્ચરોએકહ્યું કે આના પરથી દેખાય છે કે આ નવી ટેકનોલોજી ભલે માનવો માટે ઉપયોગી છે, પણ એ ખરા સમયે આનંદ આપવામાં નિષ્ફળ રહે છે.

(3:53 pm IST)