Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જાણો શિમલા મરચાના ફાયદા

શિમલા મરચા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે. શિમલા મરચા ખાવાથી કેટલીય બીમારીઓ દૂર થાય છે. શિમલા મરચા વિટામીન એ અને બીટા કેરોટીનનો પણ એક પ્રમુખ સ્ત્રોત છે.  શિમલા મરચા, શાકભાજી નુડલ્સ અને સલાડમાં ખાવામાં આવે છે. શિમલા મરચા કોલેસ્ટ્રોલને નિયંત્રીત રાખે છે. તેને ખાવાથી વજન વધતો નથી.

વજન ઘટાડવામાં મદદગાર

જો તમે તમારૂ વજન ઘટાવડા ઈચ્છો છો તો શિમલા મરચા તમારા માટે ખૂબ  જ ફાયદાકારક છે. તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. શિમલા મરચા મેટાબોલિઝમ વધારવામાં પણ મદદગાર થાય છે.

એન્ટી ઓકિસડન્ટથી ભરપુર

શિમલા મરચામાં વિટામીન એ અને સી પ્રચુર માત્રામાં તે એન્ટી ઓકિસડેન્ટથી ભરપુર હોય છે. શિમલા મરચાના સેવનથી અસ્થમા,મોતિયા (મોતિયાબિંદ) અને હાર્ટ સંબંધી બીમારીઓ દૂર થઈ જાય છે.

દર્દથી રાહત

 શિમલા મરચા એક સારી દર્દ નિવારક દવાનું કામ કરે છે. તે દર્દને સ્પાઈનલ કોડ સુધી જવા દેતી નથી.

રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે

શિમલા મરચા ચેપી રોગોથી લડવામાં આપણી મદદ કરે છે. તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાના સંક્રમણને પણ વધારે છે. અસ્થમા અને ફેફસાના સંક્રમણને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે.

 

(10:33 am IST)