Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુંદરતા નીખારવાના ૫ ઘરેલુ ઉપાય

બધાને વધુને વધુ નિખાર જોઈતો હોય છે. તેના માટે છોકરા અને છોકરીઓ બધા બ્યુટી પ્રોડકટ્સ અને ઘરગથ્થુ ઉપાય કરતા રહે છે.

૧. દહીં, ક્રીમ તથા કેસર મિકસ કરી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની કાળાશ દૂર થાય છે.

૨. પલાળેલી બદામ અને મધ મિકસ કરી પેસ્ટ બનાવી લો. તેનાથી ચહેરા અને ગરદન પર મસાજ કરો. થોડા દિવસ આવુ કરવાથી ત્વચામાં નિખાર આવશે.

૩. ત્વચાની કાળાશ દૂર કરવા માટે ટમેટુ, દહીં અને લીંબુનું ફેશપેક લગાવો. તેનાથી ચહેરા પરના ડાઘ દૂર થશે. તેને બનાવવા માટે ટમેટાની અંદરનો ગર, લીંબુનો રસ તથા દહિંને મિકસ કરી પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવો અને સૂકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

૪.નારિયેળ પાણી ત્વચાને પોષણ આપે છે. તથા ચંદન પાવડરથી ત્વચાની ગંદકી દૂર થાય છે. એક ચમચી ચંદન પાવડરમાં નારિયેળ પાણી મિકસ કરી લો. હવે તેમાં થોડા ટીપા બદામ તેલના નાખો. હવે તેને ચહેરા પર લગાવો અને સૂકાઈ જાય એટલે ધોઈ લો.

૫. પપૈયામાં રહેલ તત્વ ચહેરાની કાળાશને દૂર કરવામાં મદદ કરે છે. પપૈયામાં મધ મિકસ કરી પેસ્ટ બનાવી લો. તેને ચહેરા પર લગાવોે અને ૩૦ મિનીટ માટે ચહેરા પર રહેવા દો. ત્યારબાદ પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરો સાફ થઈ જશે.

 

(10:33 am IST)