Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ચોમાસામાં કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. જેથી ભેજવાળુ વાતાવરણ રહે છે, જે દુર્ગંધનું કારણ બને છે. ઘરમાં ભેજની દુર્ગંધ હોય છે. સાથે કપડામાં પણ ભેજની દુર્ગંધ બેસી જાય છે. કયારેક તો કપડામાં ડાઘ પણ થઈ જાય છે. તો જાણી લો કપડામાંથી દુર્ગંધ દૂર કરવા માટે શું કરવુ જોઈએ.

 કબાટમાં કપડા રાખતા પહેલા તેને સાફ કપડાથી વ્યવસ્થિત રીતે સાફ કરી લો. ત્યારબાદ કપૂરના પાણીથી કબાટને સાફ કરી લો અને સૂકાવા દો. કબાટ સૂકાઈ ગયા બાદ તેમાં કપડા રાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહિં આવે.

 મોંઘા અને નવા કપડાને કબાટમાં રાખતા પહેલા વેકસ પેપર અથવા પ્લાસ્ટિક પેપરમાં વીંટીને રાખો. તેનાથી કપડા કબાટના સંપર્કમાં નહિં આવે અને ખરાબ પણ નહિં થાય.

 કેટલીય વાર તમે કપડા થોડા ભીના હોય ત્યારે જ ઘડી કરીને કબાટમાં રાખી દો છો. પરંતુ, તેનાથી પણ દુર્ગંધ આવવા લાગે છે. તેથી કપડા વ્યવસ્થિત સુકાઈ ગયા બાદ જ કબાટમાં મૂકવા.

 કપડાની દુર્ગંધને દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થ્લીનની ગોળીઓ પણ રાખી શકો છો. તેનાથી કપડામાં દુર્ગંધ આવતી નથી.

 ખાવામાં ઉપયોગમાં આવતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને દૂર કરે છે. તેના માટે કપડા ધોતી વખતે તેમાં થોડો બેકિંગ સોડા નાખો. તેનાથી કપડામાં દુર્ગંધ નહિં આવે.

(10:32 am IST)