Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમેરિકામાં ખૂલ્યો છે ડોન્કી-પાર્ક, જયાં લોકો સ્ટ્રેસમુકત થવા આવે છે

ન્યુયોર્ક તા.૧૩: ગધેડાને આપણે ત્યાં બહુ સન્માનીય નજરે જોવામાં નથી આવતા. આપણા માટે ગધેડા ભારવાહનનું પ્રતિક છે. જોકે ઇંગ્લેન્ડના ડેવનમાં ગધેડાઓનું અભયારણ્ય છે જયાં કેન્સર પીડિત બાળકો, માનવ તસ્કરીના શિકાર લોકો અને અન્ય સંવેદનશીલ સ્થિતિમાં હોય એવા લોકોને ડોન્કી-થેરપી આપવામાં  આવે છે. એને જોઇને અમેરિકાના ન્યુયોર્ક શહેરથી ૧૩૦ કિલોમીટર દૂર લગભગ દોડ એકરના વિસ્તારમાં આવો જ ડોન્કી-પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ પાર્ક સ્ટીવ સ્ટીઅર્ટ નામના સોફટવેઅર એન્જિનિયેર બનાવ્યો છે. પહેલી વાર સ્ટીવે ગધેડાઓના ઋજુ સ્વભાવ વિશે પોતાની દીકરી પાસેથી સાંભળ્યું હતું અને પછી તેમને પોતાને પણ એનો અનુભવ થતાં તેમને ગધેડાઓ માટે અનોખો પ્રેમ જાગ્યો. હવે સ્ટીવ પાસે કુલ ૧૧ ગધેડા, એક ખચ્ચર અને એક ઝેબ્રા છે. સ્ટીવનું કહેવું છે કે ગધેડાઓના સાંન્ધ્યિમાં માનસિક તણાવ ઓછો થાય છે. લોકો જયારે શહેરથી દૂર આવેલા તેમના ડોન્કી-પાર્કમાં આવે છે ત્યારે ખુબ રાહત અને સકુન મહેસુસ કરે છે. પહેલા પાંચ ગધેડા તેમણે ગધેડા-ઉછેરક પાસેથી ખરીદ્યા હત, જોકે એ પછી તેમણે અત્યંત કફોડી સ્થિતિમાં ઊછરી રહેલા ગધેડાઓને રેસ્કયુ કરવાનું શરૂ કર્યું છે. હવે તેઓ લોકોને ગધેડા ઉછેરવા વિશેનંુ માર્ગદર્શન પણ આપે છે. તેમના આ પાર્કમાં એકવાર આવનાર વ્યકિતને વારંવાર આવવું ગમે છે. સ્ટીવ કેટલાક ગધેડાઓને  લઇને નર્સિંગ હોમ અને સ્કૂલમાં પણ ફરવા લઇ જાય છે.(૧.૩)

(10:31 am IST)