Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આ શહેરમાં રહેવા માટે તમારી વય 40 વર્ષથી ઓછી હોવી જોઈએ

નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણા એવા શહેર છે જ્યારે જનસંખ્યા સતત વધી રહે છે અને જીવનનિવાર્હ કરવાનો ખર્ચ વધે છે. બીજી તરફ એવી જગ્યાઓ પણ છે કે જ્યાં લોકો સ્થાયી થાય તે માટે તેમને લાખો રૂપિયા આપવામાં આવે છે. આવી એક જગ્યા છે ઈટલીમાં. ઈટલીના કેલૈબ્રિયા ક્ષેત્રમાં લોકો સ્થાયી થાય તે માટે સારી ઓફર મુકવામાં આવી છે. અહીં સ્થાયી થનાર વ્યક્તિને 24.76 લાખ રૂપિયા આપવામાં આવે છે. પરંતુ શરત એટલી છે કે તેની ઉંમર 40 વર્ષની ઓછી હોવી જોઈએ. ઘટતી જનસંખ્યા શહેર માટે સમસ્યા બની છે ત્યારે લોકો અહીં આવે અને સ્થાયી થાય તે માટે સ્થાનીક સરકારે ઓફર મુકી છે. અહીં હાલ 5000થી પણ ઓછા લોકો રહે છે. તેથી અહીં બહારથી લોકો આવે અને સ્થાયી થાય તે માટે ઓછા ભાવમાં તેમને ઘર આપવામાં આવે છે અને સાથે સ્થાયી થનારને લાખો રૂપિયા પણ આપવામાં આવે છે.

 

(6:41 pm IST)