Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઇરાકની હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં આગ ભભુકતા 60થી વધુ લોકો મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઇરાકની એક હૉસ્પિટલમાં કોરોના વાઇરસના આઇસોલેશન વૉર્ડમાં આગ લાગવાથી 60થી વધુ લોકોનાં મોત થયાં છે. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યા 64 જણાવી છે જ્યારે 70 લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિજનોમાં ઘટના બાદ ઘણો રોષ છે અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું છે. આક્રોશિત લોકોએ પોલીસને બે ગાડીઓને પણ આગચંપી કરી દીધી છે. ઇરાકના નસીરિયા શહેરમાં દક્ષિણમાં અલ-હુસૈન હૉસ્પિટલમાં લાગેલી આગ પર સોમવારે મોડી રાતે કાબૂ મેળવી લેવાયો હતો. હાલ આગનું કારણ સ્પષ્ટ નથી પરંતુ પ્રારંભિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે એક ઑક્સિજન ટૅન્કમાં વિસ્ફોટ બાદ લાગી હતી.

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ-કદીમીએ હૉસ્પિટલના પ્રમુખની ધરપકડનો આદેશ આપી દીધો છે.

અહીં દર્દીઓના પરિવારજનો હૉસ્પિટલ બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

 

(6:39 pm IST)