Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઓએમજી...... સમુદ્રમાંથી મળી આવી માનવી જેવા હોઠ અને દાંતવાળી માછલી

નવી દિલ્હી: દુનિયામાં પ્રકૃતિ હંમેશા આપણે સમય સમયે નવા આંચકા આપે છે. જેમાં કેટલાય તત્ત્વો છે, જેની જાણકારી આપણી પાસે પણ નથી હોતી. મલેશિયામાં એક માછલી લોકપ્રિય થઈ રહી છે. જે ખુદ એક અનોખી તરી આવે છે. જો કે, માણસો માછલીને મજાકમાં લઈ રહ્યા છે. સાથે કાર્ટૂનની નકલ પણ બતાવે છે. લોકો માછલીને જોઈ હેરાન છે. સોશિયલ મીડિયા પર તે ચર્ચાનો વિષય બની છે. જેની પાછળનું કારણ છે, તેના ફિચર્સ છે. માછલીના હોઠ એકદમ માણસ જેવા દેખાય છે. માછલીને જોઈ ખુદ વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા છે. આખરે માછલીના હોઠ એકદમ મનુષ્ય જેવા કેમ હોય શકે. માછલીની વિશેષતા એવી છે કે, તેને માણસ જેવા હોઠ અને દાંત છે. માછલીને ટ્રાઈગરફિશ નામ આપવામાં આવ્યુ છે. જે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાઈ જળ વિસ્તારોમાં જોવા મળે છે. જેનું ડાચુ ઘણુ મોટુ અને મજબૂત હોય છે.

(6:46 pm IST)