Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝીયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયમાં થઇ રહી છે ટીકાઓ

નવી દિલ્હી: ઈસ્તંબુલના હાગિયા સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયની અનેક દેશોમાં ટીકા થઈ રહી છે ત્યારે પોપ ફ્રાન્સિસે પણ તુર્કી સરકારના નિર્ણય મામલે નિરાશા વ્યક્ત કરી છે. પોપના કહેવા પ્રમાણે તેઓ સોફિયા મ્યુઝિયમને મસ્જિદમાં ફેરવવાના નિર્ણયને લઈ ખૂબ દુખી છે. સેન્ટર પીટર્સ સ્કેવર ખાતે સાપ્તાહિક પ્રાર્થના સભા દરમિયાન પોપે જણાવ્યું કે, 'મારૂં ધ્યાન ઈસ્તંબુલ તરફ જઈ રહ્યું છે. સેન્ટ સોફિયા અંગે વિચારીને મને ખૂબ દુખ થાય છે.'

            હકીકતે મ્યુઝિયમ મૂળરૂપથી એક ચર્ચ હતું અને ઉસ્માનિયા સલ્તનત દરમિયાન ચર્ચને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. ત્યાર બાદ 1930ના દશકામાં તુર્કીમાં મસ્જિદને ફરીથી મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ એર્દોગનના કહેવા પ્રમાણે કોર્ટના ચુકાદા બાદ પ્રાચીન સ્મારકને ફરી એક વખત મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું છે અને 24 જુલાઈના રોજ તે સ્થળે પહેલી નમાજ પઢવામાં આવશે.

(6:08 pm IST)