Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સાઇકલ ચલાવો, ટેન્શન અને સ્ટ્રેસને કહો બાય બાય..

સતત સાઇકલ ચલાવવાથી ઘુંટણ અને સાંધાના દુખાવામાંથી રાહત

હેલ્ધી રહેવા માટે સાઇકલ ચલાવવી ઘણી સારી માનવામાં આવે છે. સાઇકલ ચલાવવાના ઘણા ફાયદાઓ છે. વજનને કંટ્રોલ રાખવાની સાથે ડિપ્રેશન અને ટેન્શનમાંથી પણ તમને મુકિત અપાવે છે. તો ચાલો આજે જોઈએ સાઇકલ ચલાવવાના બીજા કયા ફાયદા છે.

સાઇકલ એક એરોબિક એકસર્સાઇઝ છે, જેના ઘણા ફાયદા છે. જેવા કે હૃદય રોગનું જોખમ ઓછુ થાય છે. સાઇકલ ચલાવવાથી સિરોટોનિન, ડોપામાઈન અને ફેનિલઈથિલામીન જેવા રસાયણોનું મગજમાં ઉત્પાદન વધારે છે, જેનાથી તમે ખુશ રહેશો અને ટેન્શનમાં ઘટાડો થશે.

સતત સાઇકલ ચલાવવાથી ઘુંટણ અને સાંધાના દુખાવાથી પરેશાન લોકોને આરામ મળશે.

ડાયાબિટીસ ધરાવતા લોકોએ સાઇકલ ચલાવતા પહેલા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. ટાઈપ-૧ શ્રેણીના ડાયાબિટીક જો એક કલાક કરતા વધુ સાયકલ ચલાવે તો તેમણે પોતાની સાથે કોર્બોહાઈડ્રેટ યુકત આહાર સાથે રાખવો જોઈએ.

સાઇકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સંબંધી પણ ઘણા ફાયદા છે. તેનાથી તમારા પેટની અને નિતંબની ચરબીમાં ઘટાડો થાય છે. આ સિવાય તમારી માંસપેશીઓને પણ એકસર્સાઇઝ મળે છે.

રોજનો અડધો અથવા એક કલાક સાઇકલ ચલાવવાથી તમારા મસલ્સ મજબૂત બનવાની સાથે તમારી સ્ટ્રેન્થ અને સ્ટેમીના પણ વધે છે.

(10:34 am IST)