Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મગફળીના આ ફાયદા તમે જાણો છો ?

દરરોજ મગફળી ખાવાથી એસીડીટી અને કબજીયાત તમારાથી દૂર રહે છે. મગફળીના દાણા ખાવામાં બધાને મજા આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દરરોજ મગફળીના દાણા ખાવાથી એસીડીટી થતી નથી અને કબજીયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. આયુર્વેદના  જાણકાર મદન જોગીએ તેના કેટલાક ફાયદા જણાવ્યા છે.

 મગફળીમાં તેલનો ભાગ હોય છે. તે પેટની બીમારીઓને દૂર કરે છે. દરરોજ મગફળી ખાવાથી કબજીયાત થતી નથી તેમજ ગેસ અને એસીડીટીની સમસ્યામાંથી પણ રાહત મળે છે.

 મગફળી ઉધરસમાં ફાયદાકારક છે. તેના નિયમીત સેવનથી ફેફસાને મજબૂતી મળે છે. પાચનશકિત વધારે છે અને ભૂખ ન લાગવાની સમસ્યાને પણ દૂર કરે છે.

 મગફળી કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રીત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મગફળી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ઓમેગા ૬ ફેટ પણ ખૂબ જ હોય છે.

 મગફળીમાં કેલ્શિયમ અને વિટામીન-ડી વધુ માત્રાં હોય છે. તેથી તેને ખાવાથી હાડકા મજબૂત બને છે.

 ઘણા લોકોને સવારે મગફળી ખાવી પસંદ હોય છે. પલાળેલી મગફળીમાં ઓમેગા ૬ ફેટી એસિડ્સ નામનો પદાર્થ આવેલો હોય છે,જે ચામડીની સમસ્યા દુર કરવાની સાથે ત્વચામાં નીખાર લાવે છે. મગફળી ચામડીના કોષોમા બનતા ઓકસીડેશનને રોકે છે. સાથે ચામડીને નુકશાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ આપવામાં મદદ કરે છે.

 

(10:33 am IST)