Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

આખરે ભૂખ કેમ લાગે છે?

મગજમાં રહેલ હાઈપોથેલેમસના રહસ્યમય ભાગમાં રહેલ ન્યુરોનની એક સહાયક જોડ ભૂખ અને શરીરના વજનને નિયમીત કરવામાં મુખ્ય ભુમિકા ભજવે છે. આ શોધના નિષ્કર્ષોનું પ્રકાશન પત્રિકા 'સયાયન્સ'માં કરવામાં આવ્યું છે. તેમાં આહાર લેવાનું નિયમન કરતી એક પહેલા અજાણ રહેલ તંત્રિકા તંત્રની જાણકારી આપવામાં આવી છે. અને તે ઉંદરોમાં ભૂખ લાગવાના બદલાવને સમજવા માટે એક નવો દૃષ્ટિકોણ રજૂ કરે છે.

ચીનના શંધાઈ જીઆઓ તોંગ  વિશ્વ વિદ્યાલયના જિંગજિંગ સન સહિત બીજા શોધકર્તાઓના કહેવા મુજબ, હાઈપોથેલેમસના ક્ષેત્રના કાર્યની જાણકારીને ન્યુકિલઅસ ટ્યુબરેલીસ લેટેરેલિસ (એનટીએલ) કહેવામાં આવે છે. એનટીએલની જાણકારી દુર્લભ છે.

વૈજ્ઞાનિક હાલ તેને સારી રીતે સમજવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે દર્દીના મગજમાં આ ક્ષેત્રમાં નુકશાન થવાથી તેની ભૂખ લાગવાની ક્ષમતા ઘટી જાય છે અને શરીરનું વજન ઝડપથી ઉતરવા લાગે છે.

ભૂખ લાગવાથી અને શરીરના વજનમાં નિયમનમાં એનટીએલની ભૂમિકા વિશે વધારે જાણકારી માટે શોધકર્તાઓએ એનટીએલમાં સોમટોસ્ટેટીન (એસએસટી) ન્યૂરોનના ઉંદરમાં વ્યવહારનો અભ્યાસ કર્યો. શોધકર્તાઓએ જાણ્યુ કે એસએસટી ન્યૂરોન્સ ભૂખ (આખી રાત ભૂખ્યા રહેવા બાદ) અને ભૂખ હાર્મોન ગ્રેસ્લન બંનેના કારણે સક્રિય થાય છે. (૨૪.૨)

 

(10:19 am IST)