Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સાવધાન! નેલપોલીશથી પણ થઈ શકે છે કેન્સર

સુંદરતામાં માત્ર તમારો ચહેરો જ નહિં પરંતુ, વાળ તમારા શરીરના અન્ય અંગ પણ આવે છે. ઘણા લોકો ચહેરાની સુંદરતાને નહિં પરંતુ, હાથ-પગની સુંદરતાને સાચી સુંદરતા માને છે. છોકરીઓ ચહેરાની સાથે પોતાના હાથ-પગની પણ સંપૂર્ણ રીતે સંભાળ લે છે. હાથ-પગમાં નિયમીત મેનીકયોર-પેડીકયોર કરાવે છે અને તેની સાથે નેલપેઈન્ટ પણ લગાવે છે.

નેલપેઈન્ટ લગાવવાથી નખ સુંદર તો લાગે છે પરંતુ, તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. હા, નેલપોલીસ કેન્સરને જન્મ આપી શકે છે.

એક શોધ અનુસાર, નેલપોલીશમાં જે જેલ મિકસ કરવામાં આવે છે. તે સૂર્યના ખતરનાક પરાબેંગની કિરણોને સોશી લે છે અને તે કિરણો સ્કિન કેન્સર જેવી ઘાતક બીમારીઓને જન્મ આપે છે. નેલપોલીશમાં સ્મૂથ ફિનિશીંગ માટે ટાલુઈન નામનું કેમિકલ પણ મિકસ કરવામાં આવે છે, જેનો કારમાં ઈંધણ નાખવાના ગેસોલીનમાં ઉપયોગ કરવામાં આવે છે. યુરોપનતા કેટલાય દેશોમાં આ કેમીકલના ઉપરયોગ પર પ્રતિબંધ પણ છે. આ ઉપરાંત નેલપોલીશમાં સ્પિરીટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા ફેફસા પર ખરાબ અસર પાડે છે.

જો તમે પણ આ ખતરનાક નેલપોલીશથી બચવા ઈચ્છો તો નેલપોલીશ ખરીદતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે પ્રોડકટના લેબલ ઉપર ટાલુઈન, ફોરમલ્ડિહાઈડ અને ડાઈબ્યુટાઈલ જેવા કેમીકલનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય.

(10:18 am IST)