Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

બબલ ટી પીવાથી મુસીબતમાં મુકાઈ ગઈ કિશોરી

નવી દિલ્હી: લોકો સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી,બ્લેક ટી અને હર્બલ ટી વગેરે જેવાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ સિવાય પણ એક નવી પ્રકારની બબલ ટી આજકાલ માર્કેટમાં આવી છે પરંતુ બબલ ટીના   કારણે એક કિશોરી મુસીબતમાં મુકાઈ ગઈ છે ઘટના ચીનના ઝેજિયાંગ પ્રાંતની છે જ્યાં  એક કિશોરીને બબલ ટી પીવાથી  તેમના ફેફસામાં બબલના બોલ એકઠા થઇ ગયા હતા અને ડોક્ટર પાસે જતા તેને ઓપરેશનની મદદથી કાઢવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:47 pm IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST