Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

લંડનમાં અચાનક એટીએમ મશીનથી નિકળવા લાગી નોટો !!! : વીડીયો વાયરલ

તમે કોઇ જગ્યાએ જઇ રહ્યા છો અને અચાનક તમારા ઉપર પૈસાનો વરસાદ થાય ત્યારે તમારી ખુશીની સીમા નહી રહે. ઘટના એક રેલ્વે સ્ટેશનની છે જયા બિટકોઇન મશીનથી ૨૦ પાઉંડનાં નોટ અચાનક નિકળવાના શરૂ થઇ ગયા હતા.

મશીનમાંથી ૨૦ પાઉંડની નોટ નિકળવાનો કિસ્સો લંડનનાં બેન્ડ સ્ટ્રીટ ટ્યૂબ સ્ટેશનનો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક સિકટોરિટીનો માણસ લોકોને ભીડને મશીનથી દૂર કરી રહ્યો છે. જયારે તે મશીનની નજીક ઉભો રહેલો એક વ્યકિત મશીનથી નિકળી રહેલા પૈસાને બેગમાં ભેગા કરી રહ્યો હતો. ૨૦ સેકન્ડનો આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મશીનમાંથી સતત પૈસા નિકળી રહ્યા છે. મશીનથી નિકળેલા પૈસા જમીન પર પડેલા પણ દેખાઇ રહ્યા છે.

એટીએમથી પૈસાનો વરસાદ થઇ રહેલો વીડિયો અત્યાર સુધીમાં દ્યણા લોકો જોઇ ચુકયા છે. આ મામલે લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, આ મશીનની જૈકપોટિંગ બગથી ટક્કર થઇ અને આ કારણે તેમાથી મોટી સંખ્યામાં પૈસા નિકળી રહ્યા હતા. જે કંપનીની આ મશીન છે તે કંપનીનું આ મામલે કહેવુ છે કે, મશીનથી એટલા માટે નોટ નિકળવા લાગ્યા કારણ કે, કોઇ વ્યકિત મશીનથી મોટી માત્રામાં પૈસા નિકાળી રહ્યો હતો. વળી બિટકોઇન ટેકનોલોજીનાં માલિકનું કહેવુ છે કે, મશીન બ્રિટેનની નાની નોટોને સંભાળવા માટે સંઘર્ષ કરી રહી છે.

(4:08 pm IST)
  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST