Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દર વર્ષે અહીં યોજાય છે ખુરસી-રેસ, વિનરને મળ્યા ૯૦ કિલો ચોખા

ટોકીયો તા.૧૩: બાઇક-રેસ, કાર-રેસ, હોર્સ-રેસ અને સાઇકલ-રેસ તો દુનિયામાં ઠેકઠેકાણે થતી હશે, પરંતુ જપાનના કયોતો શહેરમાં ખુરસી-રેસ યોજાય છે. ૨૦૦૯ની સાલથી અહીં દર વર્ષે આ હટકે રેસ થાય છે અને એમાં સેંકડો લોકો ભાગ લેવા ઊમટે છે અને જોવા માટે તો હજારોની મેદની  એકત્રિત થઇ જાય છે. આ રેસના આયોજનનો આઇડિયા તહારા નામના એક નવયુવાનનો છે. ટ્રાઇસિકલ-રેસ પરથી તેને આ વિચાર આવ્યો હતો. તેણે પોતાની ઓફિસમાં ચેર-રેસ યોજી હતી જે સફળ થતાં કંપનીને આ ઇવેન્ટ સ્પોન્સર્સ પણ મળવા લાગ્યા. ખુરસીની રેસ ૨૦૦ મીટરની હોય છે. આ વર્ષે એમાં પંચાવન ટીમે ભાગ લીધો હતો. વિજેતા ટીમને ઇનામમાં મળ્યા હતા ૯૦ કિલો ચોખા.

(3:28 pm IST)