Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

૮૩ વર્ષનાં માજીએ લગ્ન કર્યા છે તેનાથી ૪૦ વર્ષ નાના મુરતિયા સાથે

લગભગ બે જનરેશનથી વધુનો ગેપ હોવા છતાં આ યુગલ વચ્ચે પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો રહ્યો છે એની પાછળનું કારણ સમજવાની કોશિશ થઇ રહી છે

લંડન તા. ૧૩ :.. પ્રેમ આંધળો છે એ કંઇ અમસ્તું જ નથી કહેવાતું. ઇગ્લેન્ડના સમરસેટમાં રહેતાં ૮૩ વર્ષનાં એડના માર્ટિનનાં લગ્ન ૪૪ વર્ષના સિમોન માર્ટિન નામના ભાઇ સાથે થયા છે અને નવાઇની વાત એ છે કે આ યુગલ બિન્ધાસ્ત કહે છે કે તેમની સેકસલાઇફ હજીયે તરોતાજા યુવાનો જેવી છે. આમ તો એડના અને સિમોનની પહેલી મુલાકાત ર૦૦૩ માં એક કોન્સર્ટમાં થઇ હતી અને ત્યારે જ તેમની વચ્ચે પ્રેમની કૂંપળો ફૂટી નીકળી હતી. તેમણે ત્યારે જ લગ્ન કરવાનું નકકી કર્યુ અને સાથે રહેવાનું પણ શરૂ કરી દીધું હતું. ર૦૧પ માં તેમણે ઓફીશ્યલી લગ્ન કર્યા. તાજેતરમાં તેઓ ચેનલ ફાઇવમાં 'એજ ગેપ લવઃ ડિડ ઇટ લાસ્ટ?' ના એપીસોડમાં ચમકયાં છે. લગભગ બે જનરેશનથી વધુનો ગેપ હોવા છતાં આ યુગલ વચ્ચે પ્રેમ વધુ ને વધુ ગાઢ બનતો રહ્યો છે એની પાછળનું કારણ સમજવાની કોશિષ થઇ રહી છે.

(3:27 pm IST)