Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ડિલિવરી પછી ૩૦ જ મિનિટમાં હોસ્પિટલમાં બેસીને આપી પરીક્ષા

લંડન તા.૧૩: ઇથિયોપિયામાં રહેતી ૨૧ વર્ષની અલ્માઝ ડેરેસી નામની યુવતી પ્રેગ્નન્ટ હતી અને તેને આશા હતી કે પરીક્ષા પુરી થયા પછી જ તેને ડિલિવરી આવશે, પરંતુ રમઝાનની રજાઓને કારણે સેકન્ડરી સ્કુલની પરીક્ષાઓ સ્થગિત થઇ ગઇ હતી. નવા ટાઇમ-ટેબલ મુજબ તેની પરીક્ષા સોમવાર એટલે કે ૧૧ જૂનથી શરૂ થઇ હતી. આ તારીખ તેની પ્રસૂતિની તારીખથી બહુ નજીક હતી. થયું પણ એવું જ કે મંગળવારે પેપર શરૂ થાય એ પહેલા જ તેને લેબર પેઇન ઊપડ્યું હતું. તેની ડિલિવરી થઇ અને અડધો કલાક પછી તરત તેણે હોસ્પિટલમાં બેસીને જ અંગ્રેજીની એકઝામ આપી હતી.

તેણે ત્રણ એકઝામ-પેપર હોસ્પિટલના બેડ પર લખીને આપ્યા હતા અને હવે બીજા બે પેપર એકઝામ-સેન્ટરમાં જઇને આપશે. અલ્માઝ હોસ્પિટલમાં બેસીને પરીક્ષા આપી શકે એ માટે તેના પતિએ પહેલેથી જ સ્કૂલમાં અરજી કરી રાખી હતી જેથી છેલ્લી ઘડીએ બધું સહેલાઇથી પાર પડી ગયું.

(3:25 pm IST)