Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

તુલસીના પાનના ગુણકારી ઉપાયોગઙ્ગ

 બહુ ઠંડી વાઈ અને તાવ આવતો હોય તો તુલસીના પાન શરીરે ઘસવા, તેનાથી તમને આરામ મળશે.

 મલેરિયાના દર્દીને તુલસીનો સ્વસ્છ રસ કાઢીને બે ચમચી પીવાથી લાભ થાય છે.

 તુલસી કફ ને છૂટો પાડે છે, ખોરાક પચાવે છે, અને રકતશુદ્ધિ કરે છે.

 તુલસીના પાન દહિં કે છાશ સાથે લેવાથી વજન ઘટે છે.

 તુલસી કીડની ની કાર્યશકિત વધારે છે, તુલસીના પાનમાં મધ મેળવીને પીવાથી કીડની ની પથરી નીકળી જાય છે.

 તુલસીના સુકા પાનને પીસીને તેનુ ચૂર્ણ પાઉડરની જેમ ચહેરા પર ઘસવાથી ચહેરાની સુંદર દેખાય છે.

 માસિક સમયે ચક્કર આવતા હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.

 તુલસીના બીજનું ચૂર્ણ તથા ખાંડ સમાન ભાગે લેવાથી ખાંસી તથા છાતીની બળતરામાં આરામ મળે છે.

 ફક, શરદી, ઉધરસથી છૂટકારો મેળવા માટે તુલસીના પાન દિવસમાં ત્રણ થી ચાર વાર ચાવવા થી આ બધી સમસ્યાથી તમને આરામ મળશે.

(10:21 am IST)