Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

યાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ જરૂરી !

આજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની ફરીયાદ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલની બીઝી જીવનશૈલી. જે લોકો નવી વસ્તુને યાદ કર્યા પછી આઠ કલાકની પૂરતી ઊંઘ લે છે, તે લોકો એ વસ્તુને તેના નામ સહિત વધારે સમય સુધી યાદ રાખી શકે છે. આનાથી તેની યાદશકિત વધી જાય છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે નાના-નાના જોકા ખાવાથી યાદશકિતને વધારવામાં મદદ મળે છે.

બ્રીન્ઘમ એન્ડ વુમેન્સ હોસ્પિટલ (બીડબ્લુએચ)ના ન્યૂરો- સાયાન્ટિરસ્ટ જેન એફ ડફીના અનુસાર 'લોકોની પૂરી ઊંઘ લીધા બાદ અમને જણવા મળ્યું છે કે તેના ચહેરાને નામથી ઓળખવાની ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. તેમની સાથે જ તેમના જવાબોમાં પણ આત્મવિશ્વાસ જોવા મળ્યો છે.'

ડફીના અનુસાર 'નવી વસ્તુને યાદ કરવા માટે યોગ્ય ઊંઘ ખુબજ આવશ્યક છે. આજકાલની ઝડપી અને  બીઝી લાઈફસ્ટાઈલને કારણે મોટાભાગના લોકો સારી રીતે સૂઈ નથી સકતા. જેના કારણે તેમને યાદશકિત સંબંધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરો પડે છે.'

એટલા માટે યાદશકિત વધારવા માટે પૂરતી ઊંઘ એકદમ આવશ્યક છે.

(10:21 am IST)