Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સાઉદી અરબના આભા એરપોર્ટ પર મિસાઈલ હુમલો

નવી દિલ્હી: અંસાર અલ્લાહ આંદોલનના હોતી  વિદ્રોહીઓએ સાઉદી અરબના આભા એરપોર્ટ પર બુધવારના રોજ મિસાઈલ હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે મિસાઈલ નિશાન પર લાગી હતી. સાઉદી અરબ સરકારે આ માહિતી જાહેર નથી કરી પરંતુ અરબના સુરક્ષાબળોએ અસીર પ્રાંતમાં કિંગ ખાલિદ સૈન્ય એરપોર્ટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

(6:15 pm IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • ''વાયુ'' વાવાઝોડું પોરબંદરની દક્ષિણે અરબી સમુદ્રમાં ૭૦ નોટકીલ માઈલ દૂર કેન્દ્રિત થયું છેઃ પ્રતિ કલાક ૬૫ કી.મી. ઝડપે ત્યાં પવન ફૂંકાય રહ્યો છેઃ માછીમારોની તમામ બોટો બંદર ઉપર સલામત છેઃ આજે સવારે કોસ્ટગાર્ડે કરેલ ટ્વીટ access_time 11:38 am IST

  • વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે સિધુ ત્રાટકશે નહિ, અને પશ્ચિમ દિશામાં ફંટાય રહ્યું છે અનેઓમાન તરફ આગળ વધે છે, સોમનાથ થી 125 કીમી દૂરથી ફંટાય રહ્યું છે... ભારે પવન અને વરસાદ ચાલુ રહેશે access_time 8:41 am IST