Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સંગીત સાંભળવું છે આરોગ્યપ્રદ

લોહીનો પ્રવાહ વધારે છે, સ્ટ્રેસ ઘટાડે છે અને દુઃખાવામાં રાહતરૂપ

જો તમે તમારો મુડ બદલાવવા માગતા હોય તો સંગીત સાંભળો ઘણાબધા અભ્યાસોમાં દર્શાવાયું છે. સંગીત તમારો મુડ સુધારીને ડીપ્રેસન ઘટાડે છે તે રકત પ્રવાહ સુધારે છે, સ્ટ્રેસ ઉત્પન્ન કરતા કોર્ટીસોલ જેવા હોર્મોનનું સ્તર ઘટાડે છ.ે અને દુઃખાવામાં રાહત આપે છ.ે  ઓપરેશન કરતા પહેલા સંગીત સાંભળવાથી સર્જરી પછીની તકલીફોમાં પણ ઘટાડો થાય છે.

સંગીતથી આટલું બધુ સારૂ કેવી રીતે બને છે ? સંગીતથી ન્યુરોકેમીકલ સીસ્ટમ અને પોઝીટીવ મુડ, લાગણીને નિયંત્રીત કરતા સાવધતા અને યાદ શકિત સાથે સંકળાયેલ મગજના વિવિધ ભાગે કાર્યરત થાય છેતેમ વેસ્ટ વર્જીનીયા યુનિવર્સિટીની પબ્લીક હેલ્થ સ્કુલના એપીડેમોલોજીના પ્રોફેસર કીમ ઇન્નેસનું કહેવું છે.

ર૦૧૬ ના એક અભ્યાસના તે સહલેખિકા છે જેમાં તેમણે જણાવ્યું છે કે સંગીત, સાંભળવાથી મોટી ઉમરના લોકો જેઓ કોગ્નીટીવ ડીકલાઇનથી પીડાય છ.ે તેમનો મુડ સુધરે છે. અને સ્ટ્રે સાથે સંમળાયેલ સ્થીતીમાં ફાદો થાય છે તેણીએ પોતાના અભ્યાસ અભ્યાસ સંગીત શ્રવણને ધ્યાન સાથે સરખામણી કરી હતી. તેને જાણવા મળ્યું કે બંન્નેથી મુડમાં સુધારો અને નિંદ્રાની કવોલીટી સુધરે છે. તેણી કહે છે. કે ધ્યાન અને સંગીત શ્રવણ બંને અયોગ્ય અને માનસિક શાંતિ માટેના જોરદાર સાધનો છે પણ સંગીત ધ્યાન કરતા ઘણું બધું હાથવગુ અને સહેલાઇથી થઇ શકે એવું સાધન છ.ે

જો કે નિષ્ણાતો એમ પણ કહે છે કે સંગીત ઉગ્ર બનાવીને અસ્વસ્થ પણ કરી શકે છે. ન્યુયોર્ક સ્થિત લુઇસ આર્મસ્ટ્રોંગ સેન્ટર ફોર મ્યુઝીક એન્ડ મેડીસીનના એસોસીએટ પ્રોફેસર અને ડાયરેકટર જોઆન લોઇવી કહે છે કે ગમે તે સંભાળવું તેના કરતા શાંતિ વધારે સારી લોઇવીનૂં કહેવું છે કે ખોટુ સંગીત સાંભ્ળવાથી ઉગ્રતા અથવા માનસિક અશાંતિ પણ ઉભી થતી હોય છે.

ર૦૧પ ના ફીનલેન્ડના એક અભ્યાસમાં જણાવ્યું હતું. કે સંગીતથી નકારાત્મ લાગણીઓ જેવી કે ગુસ્સો, આક્રમકતા અથવા ગમગીની પણ ઉભી થઇ શકે છે. આવું કેમ થાય છે. તેના જવાબમાં કેનેડાની મેકગીલ યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર અને સંગીતની મગજ પર થતી અસરો પણ રીસર્ચ કરતા ડેનીયલ લેવીટીન કહે છે કે ગીતની રીધમ અને તેની લાક્ષણીકતા આપણા ધબકારા અને મગજને અસર કરે છે.

ધીમી લયના અને નીચા સુરના ગીતો આપણા મગજને શાંત કરે છે જયારે ઝડપી લયના ઉંચાસુરના ગીતો તેનાથી ઉલ્ટી અસર ઉભી કરતા હોય છે લેવીટીન કહે છેકે મને ઘણા લોકો કહે છે કે અમને રીલેકસેશન માટેએસી/ડીસી સંગીત ગમે છ.ે તો તેમના માટે તે યોગ્ય છ.ે કોઇપણ સંગીત દરેક માટે ફાયદાકારક ડે નુકસાન કારક નથી હોતું તથી આપણે આપણને જે સંગીત સાંભળવાથી શાંતિ મળતી હોય તે સાંભળવું જોઇએ. (ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(11:41 am IST)