News of Wednesday, 13th June 2018

ચાંદ પર હિસ્સો ધરાવે છે આ મહિલા

નવી દિલ્હી: એક મહિલા દ્વારા અંતરિક્ષ એજન્સી નાસા પર કેસ કરવામાં આવ્યો છે તેની પાછળ એક ખુબજ દિલચસ્પ કહાની જોડાયેલ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે જયારે 10 વર્ષની હતી ત્યારે તેમને ચાંદ પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મ્સટ્રાંગને ભેટમાં પોતાના હાથેથી લખેલ એક પત્રની સાથે એક નાની બોટલમાં મુન ડસ્ટ ગિફ્ટ કરી હતી અને એ વાતની જાણ નાસાને થતા તેમને આ મહિલા પાસે એ શીશીની  માંગ કરી અને મહિલા દ્વારા શીશી પર પોતાનો હક માટે નાસા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

(6:59 pm IST)
  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST