Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સ્માઇલ કરતી વખતે આંખ પાસે કરચલીઓ પડતી હોય એવા લોકો નિષ્ઠાવાન મનાય છે

નવી દિલ્હી તા.૧૩ : જરાક અરિસામા સામે ઉભા રહીને સ્માઇલ કરો ચહેરામાં શું બદલાવ આવે છે? જો હસતી વખતે આંખ પાસે કરચલીઓ પડતી હોય તો લોકો તમને વધુ નિષ્ઠાવાન માનતા હશે. આવુ કોઇ જ્યોતિષી નહી પણ સાયન્ટીસ્ટો કહે છે. કેનેડાની  વેસ્ટર્ન યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવુ છે કે આપણું મગજ કરચલીને અતિગંભીર, નિષ્ઠાવાન અને ખૂબ ઈન્ટેન્સ સાથે સાંકળે છે. આવુ વાયરીંગ માનવ-મગજમાં પહેલેથી જ થયેલુ છે. અભ્યાસકર્તાઓએ કેટલાક વોલન્ટિયર્સને કેટલીક તસ્વીરો બતાવીને જે-તે વ્યકિતના સ્વભાવ અને ગુણો વિશેનું અનુમાન કરવાનુ કહ્યુ હતુ. વિવિધ પ્રકારના આવભાવ ધરાવતા લોકોમાંથી જેમની આંખો પાસે કરચલીઓ વર્તાતી  હતી  તેમને વોલન્ટિયર્સ વધુ નિષ્ઠાવાન , વધુ સુશીલ  અને વધુ સહ્ય્દયી ગણાવ્યા છે.

(2:47 pm IST)