Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

હવે કેળાની છાલ ફેંકશો નહીં, તેનો પણ કરો ઉપયોગ

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે કેળા સ્વાસ્થ્ય માટે કેટલા  ફાયદાકારક  હોય છે. તમે જોતા હશો કે સામાન્ય રીતે લોકો કેળા ખાઈને છાલ ફેંકી દે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ આ ભૂલને સુધારો. કેળાની છાલ તમને કેટલીય રીતે કામમાં આવી શકે છે.

તે દાંતની પીળાશને દૂર કરી તેને એક નવી ચમક આપે છે. કેળાની છાલને દાંત પર ઘસો. દિવસમાં બેવાર આવુ કરવાથી તમારા દાંત ચમકી ઉઠશે.

જો તમારા ચહેરા ઉપર ખીલ છે અને તમે તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો કેળાની છાલને ચહેરા ઉપર ઘસો. તેનાથી ચહેરાને પોષણ મળે છે અને ત્વચાની નમી બની રહે છે.

ઉંમર વધતા ચહેરા પર કરચલી થવી એ સામાન્ય સમસ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેળાની છાલને ઈંડાના પીળા ભાગમાં પીસીને કરચલી પર લગાવો. કેટલાક દિવસોમાં જ ચહેરા પર ફર્ક દેખાશે.

કેળાની છાલ સાફ-સફાઈમાં પણ કામ કરે છે. તેની  મદદથી તમે બૂટ અને લેધરની વસ્તુઓને પણ ચમકાવી શકો છો.

(9:56 am IST)