Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કરાંચીમાં થયેલ બ્લાસ્ટમાં એકનું મોત:13 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકી હુમલાઓ થવાનો સિલસિલો યથાવત્ છે. ગુરુવારે આતંકીઓએ પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતા કરાંચીને નિશાન બનાવ્યું. કરાંચીના સદર વિસ્તારમાં યુનાઈટેડ બેકરીની પાસે IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં એક નાગરિકનું મૃત્યુ થયું, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસ ઊભેલી કારમાં આગ લાગી ગઈ હતી. આ સિવાય અહીં આવેલા એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓ તૂટી ગઈ હતી. જોકે હજી સુધી કોઈપણ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. શહેરના IGP મુશ્તાક અહમદે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એ વાત જાણવા મળી છે કે એક બાઈકની અંદર IED ફિટ કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સિવાય આ ઘટનામાં એક 25 વર્ષના છોકરાનું મૃત્યું થયું હતું. અન્ય ઘાયલ થયેલા લોકોની હાલ સારવાર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ મામલામાં વિગતે રિપોર્ટ માગ્યો છે.

 

(5:28 pm IST)