Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોના મહામારીથી બાળકો બની રહ્યા છે સ્થૂળતાનો શિકાર

નવી દિલ્હી: કોરોના મહામારીથી માણસ અનેક રીતે પરેશાન થયો છે. તેમાં બાળકો પણ બાકાત નથી. મહામારીએ બાળકોનું બાળપણ છીનવી લીધુ છે. સંક્રમણના ડરથી તે ઘરની બહાર રમી શકતો નથી. ઘરમાં પુરાઈ રહેવા સિવાય તેની પાસે કોઈ રસ્તો નથી સ્કુલો પણ બંધ છે.આથી ઘરમાં રહીને બ્રેકફાસ્ટ, ભોજન અને મિષ્ટાન ખાવાથી બાળકો સ્થુળ જાડા થઈ ગયા છે સાથે સાથે તેમના દાંત પણ સડી રહ્યા છે.વૈજ્ઞાનિકોએ બાળકોનાં માતા-પિતાને ચેતવણી આપતા જણાવ્યુ છે કે તેમણે પોતાના બાળકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જોઈએ સાથે તેમણે બાળકોને સમજી વિચારીને નાસ્તો કે રાત્રીનું ખાવાનું આપવું જોઈએ.વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બાળકોને કોલ્ડડ્રીંક સોસ વગેરે ચીજો આપવાના બદલે પાણી અને સ્વસ્થ વસ્તુઓનું સેવન કરાવવુ જોઈએ.

            અધ્યયન દરમ્યાન બર્મિધમ વિશ્વ વિદ્યાલયનાં પોષણ વિશેષજ્ઞોએ વેસ્ટ મિડલેન્ડસની 12 સ્કૂલોનાં 11 થી 15 વર્ષની વયના 813 વિદ્યાર્થીઓના આહારનું વિશ્લેષણ કર્યુ હતું.વિશ્લેષણનાં અંતમાં આવેલા પરીણામોમાં બહાર આવ્યુ કે જયાં બાળકો સ્કુલ જવા સમયે માત્ર ને માત્ર 14.5 ગ્રામ સુગરનું સેવન કરતા હતા તે ઘરમાં રહેવાથી 57.2 ગ્રામ સુગરનું સેવન કરી રહ્યા છે. આ 14 ચમચી ખાંડની બરાબર છે.

(6:13 pm IST)