Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

હાલ ૧૫૦ બાળકો છેઃ હવે ૧૭માં લગ્ન કરવા છે

ઝીમ્બાવ્બેનો માણસ છે છોકરા પેદા કરવાની ફેકટરીઃ ૧૬ પત્નિઓને સંતુષ્ટ કરવાની છે મારી જોબઃ ૧૦૦૦ છોકરા પેદા કરવા બનાવ્યું છે દૈનિક શિડયુલ

શિડયુલ મુજબ તે દરેક રાત્રે પોતાની ૪ પત્નિઓને શારીરિક રીતે સંતુષ્ટ કરે છે

લંડન, તા.૧૩ : આફ્રિકા દેશના ઝિમ્બામ્બ્વેમાં એક વ્યકિતની વસ્તી નિયંત્રણ અથવા ચાઈલ્ડપ્લાન જેવી વસ્તુઓ સાથે ના તો કોઈ નાતો છે કે ના તો કોઈ સંબધ. કારણ કે આ વ્યકિત અત્યાર સુધી ૧૫૧ બાળકો પેદા કરી ચૂકયો છે. આ વ્યકિતની ૧૬ પત્નિઓ છે. અને હવે ખૂબજ ઝડપથી ૧૭માં લગ્ન કરવા જઈ રહ્યો છે. ૬૬ વર્ષીય આ વ્યકિતની ઈચ્છા છે કે તે ૧૦૦ લગ્ન કરે.

મિશેક ન્યાનદોરો નામની આ વ્યકિતનો દાવો છે કે તે કોઈ કામ નથી કરોત અને તેની ફૂલટાઈમ જોબ તેની પત્નિઓને સંતુષ્ટ કરવાની છે. આ વ્યકિતનું કહેવું છે કે તેની વૃદ્ઘ પત્નિઓ તેના શારીરિક સંબંધોને સહન નથી કરી શકતી જેને પગલે તેને સતત યુવા સ્ત્રીઓ સાથે લગ્ન કરવા પડે છે.

ઝિમ્બામ્બ્વેના મશોનાલૈંડ સેન્ટ્રલ વિસ્તારના બાયર જિલ્લાનો રહેવાસી મિશેકનું કહેવું છે કે તે મરતા પહેલા ૧ હજાર બાળકો પેદા કરવા માગે છે. આ વ્યકિતએ પોતાના માટે એક શિડ્યુલ પણ બનાવી દીધું છે. આ શિડ્યુલ મુજબ તે દરેક રાત્રે પોતાની ૪ પત્નિઓને શારીરિક રીતે સંતુષ્ટ કરે છે.

સ્થાનિક ન્યૂઝ સાતે વાતચીત કરતાં તેણે કહ્યું કે મારી પાસે કોઈ નોકરી નથી. મારું કામ ફકત મારી પત્નીઓને ખુશ રાખવાનું છે. ૧૫૦ બાળકોના રહેતા મારા પર કોઈ જાતનું દબાણ નથી. પરંતુ એનાથી મને ફાયદો થયો છે. કારણ કે મને હંમેશા મારા બાળકોથી ગીફ્ટ મળતી રહે છે.

સામાન્ય રીતે આ પરિવાર ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આ વ્યકિતના ૬ બાળકો ઝિમ્બાબ્વેની નેશનલ આર્મીમાં કામ કરે છે. ૨ બાળકો પોલિસમાં કામ કરે છે. ૧૧ બાળકો અલગ અલગ પ્રોફેશનલ્સમાં છે. જયારે આ વ્યકિતની ૧૩ છોકરીઓના લગ્ન થઈ ચૂકયા છે. આ વ્યકિતએ વર્ષ ૨૦૧૬જ્રાક્નત્ન છેલ્લા લગ્ન કર્યા હતા. પરંતુ તે પછી કેટલાક સમય માટે મિશેકે બ્રેક લઈ લીધું હતું કારણ કે ઝિમ્બાબ્વેની હાલત ઈકોનોમિક સ્તર પર ખરાબ ચાલી રહી હતી. પરંતુ મિશેકે ફરી એકવાર ૨૦૨૧માં પોતાના ૧૭માં લગ્નનું પ્લાનિંગ કરી લીધું છે.

જણાવી દઈએ કે આ વ્યકિતએ ઝિમ્બાબ્વેની આઝાદીના વર્ષ ૧૯૬૪થી ૧૯૭૯ સુધી ચલે રોડેશિયન બુશ વોરમાં ભાગ લીધો હતો. અને વર્ષ ૧૯૮૩માં તેણે પોતાનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. ઝિમ્બાવ્બેને થયેલ જાનમાલના નુકસાન બાદ મિશેકે નિર્ણય કર્યો કે તે પોતાના દેશની જનસંખ્યા વધારવામાં મદદ કરશે.

(10:22 am IST)