Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આંઠ ટિમ બનાવી રહી છે કોરોના વાયરસની રસી:WHO

નવી દિલ્હી: કોરોના રોગચાળો વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) આર્થિક અને સામાજિક પરિષદને માહિતી આપી છે કે કોરોના સંક્રમણ ની રસી બનાવવા માટે આપડી કામકાજ ચાલી રહ્યું છે. અને તે સમય કરતા વહેલા જ તૈયાર કરી લેવામાં આવશે. ટેડ્રોસે જણાવ્યું કે એવી કુલ સાતથી આઠ ટીમો છે કે જે રસી બનાવવા માટે ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં જ વિશ્વને એક મોટો સમાચાર મળી શકે છે.

 

                      ટેડ્રોસના જણાવ્યા અનુસાર , ઘણા દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે. અને 100 જેટલી જુદી જુદી ટીમો રસીનો ટ્રાયલ કરી રહી છે. અને તેમાંથી આઠ તેની નજીક છે. બે મહિના પહેલા અમે અનુમાન લગાવ્યું હતું કે તે બનવામાં 12 થી 18 મહિનાનો સમય લાગી શકે છે પરંતુ કામ ઝડપથી થઈ રહ્યું છે અને તે સમય પહેલા વિકસિત થઈ જશે.

(6:41 pm IST)