Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના વાયરસના કારણોસર ઘરમાં માતા એકલી થઇ જતા પુત્રએ અનોખા મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કર્યું:બ્રાઝિલની ઘટના

નવી દિલ્હી: કોરોના વાઈરસનાં લોકડાઉન તેમજ અન્ય કારણસર ઘરોમાં એકલી રહેતી આધેડ કે વૃધ્ધ માતાઓની મધર્સ ડેની ઉજવણી આનંદમય બને એ માટે બ્રાલિનાં સાઓ આઓલો શહેરમાં અનોખી મ્યુઝીક કોન્સર્ટ ભજવાઈ હતી. સાઓ પાઓલોના રહેવાસીઓ પાઓલોસ્તિનોઝ નામે ઓળખાય છે. અને પાઓલોસ્તિનોઝ નામે ઓળખાય છે. અને પાઓલોસ્તિનોઝ મધર્સ ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવા માટે જાણીતા છે. 

                          જાણીતા સંગીતકાર રોડ્રિગો કુન્હ પણ એવા પાઓલોસ્તિનો છે. મધર્સ ડે પૂર્વે રોડ્રિગો કુન્હાને એકલી પડેલી માતાઓનો વિચાર આવ્યો હતો. એ માતાઓને ખુશ કરવા માટે હાઈવે પર મર્સિડીઝ બેન્ઝની ટ્રક પર ચડીને કુન્હાએ ગીતો ગાયાં હતાં એ વખતે તેના ચહેરા પર પ્લાસ્ટીકનો માસ્ક લગાડેલો હતો. પિયાનો વગાડતાં-વગાડતાં રોડ્રિગોએ ગાયેલાં સરસમજાનાં કમ્પોઝિન્સ સેંકડો લોકોએ તેમના ઘરની બારીમાં ઉભા રહીને માણ્યો હતો.

 

(6:41 pm IST)