Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સત્તત વધી રહેલ કોરોનાના કેસના કારણોસર ન્યુયોર્ક સિટીને જૂન સુધી બંધ કરવાની સંભાવના

નવી દિલ્હી: અમેરિકામાં કોવિડ-19 મહામારીના કેન્દ્ર ન્યૂયોર્ક સિટીને જૂન સુધી બંધ રાખવામાં આવશે, જ્યારે ન્યૂયોર્ક પ્રાંતના અન્ય ત્રણ ક્ષેત્રોને 15 મેથી ફરી ખોલવાની તૈયારી છે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ આ માહિતી આપી છે. ન્યૂયોર્કમાં પ્રતિ દિન હોસ્પિટલમાં દાખલ થનાર, આઇસીયુમાં એડમીટ થતાં દર્દીઓ અને મૃતકોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ મેયરે કહ્યું કે અધિકારીઓ ફરી શહેરને ખોલવાનો વિચાર કરે, એ પહેલાં આ ઘટાડો ચાલું રહેવો જોઈએ. ન્યૂયોર્કના મેયર બ્લાસિયોએ સોમવારે પોતાની નિયમિત પત્રકાર પરિષદમાં કહ્યું કે, શહેર ફરી ખોલવાની વાત કરીએ તો સ્પષ્ટ રુપે હજુ સુધી અમે આ માટે તૈયાર નથી. એટલા માટે મારું માનવું છે છે કે એ કહેવું યોગ્ય રહેશે કે જૂનમાં અમે કેટલીક વાસ્તવિકતામાં ફેરફાર કરી શકીશું એ પણ ત્યારે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થાય.

 

                       ન્યૂયોર્કના મેયરે ઉમેર્યું કે મેના અંતમાં કે જૂનની શરુઆતમાં અમે અંતરને માપવામાં સક્ષમ બની શકીશું. આ દરમિયાન ગર્વનર એન્ડ્રયૂ કુઓમોએ જાહેરાત કરી કે ન્યૂયોર્ક પ્રાંતના ત્રણ ક્ષેત્રો - ફિંગર લેક્સ, સદર્ન ટીયર અને મોહાક વેલી રીજન્સ - એ સાત માપદંડ પૂરા કરે છે, જે રાજ્યની પ્રાદેશિક ચરણબદ્ધ છૂટ પહેલાં ચરણને પૂરાં કરે છે. ન્યૂયોર્ક રાજ્યના બંધની વર્તમાન સમયમર્યાદા 15 મેના રોજ પૂર્ણ થાય છે.

(6:41 pm IST)