Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

તાઇવાને અનોખી મિસાઈલ ઉભી કરી:લોકડાઉન વગર કોરોનામાંથી ઉભું થયું

નવી દિલ્હી: તાઇવાન સાથે રાજકારણ રમવામાં ચીને કંઈ બાકી નથી રાખ્યું! તાઇવાનને તે પોતાની માલિકીનો પ્રદેશ ગણાવે છે, આથી ત્યાં ચીનના નિયમો લાગુ પડે છે. જાણવા જેવી વાત તો એ છે કે, તાઇવાન 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન'નું પણ સભ્ય નથી, કારણ કે બેઇજિંગ દ્વારા તેના પર કેટલીક રોકટોક લાદવામાં આવી છે. તેઓને અન્ય કોઈ રાષ્ટ્રોની મદદ મળી શકે એમ પણ નથી, કારણ કે ચીનનો ડોળો સતત મંડરાતો રહે છે. આમ છતાં સ્થાનિક સ્તર પર કેટલાક પ્રતિબંધો સાથે ડર્યા કે હાર્યા વગર તાઇવાને એકલા હાથે કોરોનાનો મુકાબલો કર્યો.

                    2003ની સાલમાં ત્રાટકેલા 'સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ' (સાર્સ) વખતે તાઇવાન તેનો કારમો ભોગ બન્યું હતું. તાઇવાનના એ દ્વીપ પર લગભગ દોઢ લાખ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતાં. દક્ષિણ ચીન વિસ્તારથી 110 માઇલ (180 કિલોમીટર) દૂર સમુદ્રમાં આવેલા તાઇવાનમાં એ વખતે 181 લોકો મૃત્યુ પામ્યા હતાં, જેના પરથી ધડો લઈને આજ વખતે તેઓ કોરોના મહામારીનું નામ સાંભળતાંવેંત સાબદા થઈ ગયા હતાં.

(6:38 pm IST)