Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જસ્ટ ત્રણ દિવસનું ઘોડાનું બચ્ચું મજાના યોગાસન કરે છે

નેધરલેન્ડ્સમાં લિસાન ડ્રોસ્ટ નામના બહેને પોતાને ત્યાં નવા જન્મેલાં ઘોડાનાં બચ્ચાંની મજાની તસવીરો લીધી છે. તેણે પાળેલી આઠ વર્ષની મિશા નામની ઘોડીએ બાળકને જન્મ આપ્યો છે. ડિલિવરી પછી મિશા શરીરને હલકું કરવા માટે જાતજાતના અંગકસરતના દાવ કરતી હોય એવા પોઝ બનાવી રહી હતી એ જોઇને મિશાના નવાજાત બચ્ચાંએ પણ માની કોપી કરવાનું શરૂ કરી દીધું. ત્રણ દિવસના ઘોડાના બચ્ચાની યોગના પોઝ જેવી કસરતો સોશ્યલ મીડિયા પર જબરી વાઇરલ થઇ છે.

(2:56 pm IST)