Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ન્યુયોર્ક શહેરનો મૃત્યુઆંક ઘણો વધારે હોવાની શકયતાઃ સીડીસીના અભ્યાસનું તારણ

ન્યુયોર્ક,તા.૧૩: અમેરિકન સેન્ટર્સ ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના એક વિશ્લેષણમાં જાહેર થયા અનુસાર, કોરોનાના કારણે ન્યુયોર્કમાં થયેલા મોતનો ખરેખર આંકડો શહેર અને રાજ્ય દ્વારા જાહેર કરાવેલ આંકડાઓથી ઘણો વધારે હોઇ શકે છે.

૧૧ માર્ચથી ૨ મે વચ્ચે સામાન્ય કરતા ૨૪,૦૦૦ વધારે લોકો મર્યા હોવાનું રિપોર્ટ કહે છે. આ અઠવાડીયાઓ દરમ્યાન કોરોના વાયરસના કારણે લગભગ ૫૩૦૦ વધારે લોકો મર્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ન્યુયોર્ક શહેરના આરોગ્ય અને માનસિક સ્વસ્થતા વિભાગના રિસર્ચરોએ કહ્યું કે આમાંથી કેટલાક મોત કોરોનાના ન ગણાયા હોય તેવુ બને કેમ કે ઘરે મૃત્યુ પામેલ વ્યકિત અથવા આરોગ્ય વિભાગને એવું લાગ્યું હોય કે તે કોરોના સંક્રમિત ન હોય તેવું બની શકે.

રિપોર્ટમાં કહેવાયું છે કે વધારાના મોત વિષે જાણવું એટલે મહત્વનું છે કે તેનાથી કોવિદ-૧૯ના કારણે થયેલો મૃત્યુ દર બદલાઇ શકે અને કોવિદ-૧૯ ન હોય અને મૃત્યુ થયું હોય તેમની સારવારમાં રહેલી ખામીઓ જાણી શકાય.

(2:56 pm IST)